સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટીરીયલ મર્ચન્ટ એસોસિએશન (SHABMMA) દ્વારા 14મી વાર્ષિક સાધારણ સભા તથા સંગીત સંધ્યાનો ભવ્ય ફેમિલી કાર્યક્રમ તારીખ 24/05/2026, રવિવારના રોજ સાંજે 6:00 થી 11:30 દરમિયાન SMC પાર્ટી પ્લોટ, અલથાણ, સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હેમંતભાઈ દેસાઈ (સિનિયર એડવોકેટ તથા ડિરેક્ટર – ડોનેટ લાઈફ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સ્પોન્સર તરીકે એસ્ટ્રલ લિમિટેડ (એડેસિવ ડિવિઝન) દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સુંદર એન્કરિંગ સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજેશભાઈ નેમાની એ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનો તથા સ્પોન્સર્સનું મોમેન્ટો અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સેક્રેટરી શ્રી દિલીપભાઈ પટેલે વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો તેમજ નવી કમિટીની યાદી જાહેર કરી હતી. ખજાનચી શ્રી એલ્પેશભાઈ કોઠડીયા એ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા.
એડવાઇઝરી કમિટીના શ્રી પ્રમોદભાઈ ભગતે સંસ્થાની શરૂઆતથી અત્યાર સુધીની વિકાસયાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્પોન્સર કંપની દ્વારા પોતાની માહિતીપ્રદ રજૂઆત કરવામાં આવી હતી તથા LED સ્ક્રીન પર કંપનીનો વિડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
મુખ્ય મહેમાન શ્રી હેમંતભાઈ દેસાઈએ “ડોનેટ લાઈફ” સંસ્થાની સેવાકીય કામગીરી અંગે માહિતી આપી હતી તેમજ GST વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે SHABMMA ના મજબૂત સંગઠનને બિરદાવતાં તમામ સભ્યોને એકજૂથ રહી પ્રગતિ કરતા રહેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસ્થાના ચેરમેનશ્રી રમેશભાઈ ભૂટાની એ એસોસિએશનની વર્તમાન પ્રગતિ, ભાવિ દિશા અને કમિટી દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં સુરતની વિવિધ સંયોગી એસોસિએશનના આગેવાનો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભવ્ય મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ મનોરંજનનો આનંદ માણ્યો હતો.
આ સાધારણ સભામાં અંદાજે 1800 જેટલા સભ્યો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ તમામ સભ્યોને સંસ્થા તરફથી ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું.