SHABMMA ની 13મી વાર્ષિક સાધારણ સભા તથા સંગીત સંધ્યા નો ફેમિલી સાથેનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
તારીખ : 31/05/2025 (શનિવારે)
સમય: સાંજે 6:00 થી 11:30 સુધી
સ્થળ: પૃષ્ટિ ફાર્મ, કેનાલ રોડ કોસમાડા સુરત.
(AGM ના મહેમાન ની યાદી)
મુખ મહેમાન : ડો. જીવરાજભાઈ ડાખરા (સ્થાપક પ્રમુખ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર)
સન્માનના મહેમાન : હસમુખભાઈ પટેલ (MD. હાર્ડવેર સમાચાર -અમદાવાદ)
(AGM ના સ્પોન્સર્સ ની યાદી)
મેન સ્પોન્સર્સ : પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.
એસોસિયેટ સ્પોન્સર : લિંક લોક લિમિટેડ.
પેટન સ્પોન્સર : ક્રિસ્ટલ ઇન્ટિરિયર પ્રોડક્ટ લિમિટેડ.
(પ્રોગ્રામની રૂપરેખા)
આપની સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ્સ શ્રી રાજેશભાઈ નેમાંની આ પ્રોગ્રામનું એન્કરિંગ કર્યું હતું, આ પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે તેમની વેલકમ સ્પીચ આપી હતી. આવેલ મહેમાનો તથા સ્પોન્સર નું સ્વાગત મોમેન્ટો તથા બુકે થી કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન થયેલ કાર્યની રજૂઆત તથા નવી કમિટીની યાદી સેક્રેટરી શ્રી દિલીપભાઈ પટેલે આપી હતી. મુખ્ય મહેમાન ડો. જીવરાજભાઈ ડાખરા ની બદલીમાં ડો. આશિષભાઈ કાનાણી આવ્યા હતા, એમને રક્તદાન કરવાના ફાયદા અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા થતા કાર્યની જાણકારી આપી હતી, આપના એસોસિએશન ના સંગઠનને બિરદાવ્યું હતું અને એક જૂથ થઈ રહેવા માટેની શુભેચ્છા પાઠવી હતી. આપના સ્પોનસરે પણ આ પ્રોગ્રામમાં પોતાની સ્પીચ આપી હતી અને LED પર એમના વિડિયો પણ બતાવ્યા હતા. એડવાઇઝરી કમિટીના મેમ્બરશ્રી પ્રમોદભાઈ ભગતે આપના એસોસિએશન ની શરૂઆત થી અત્યાર સુધીનો એક નાનકડો ચિતાર આપ્યો હતો. ત્યારબાદ સુરતના સંયોગી એસોસીએશન ના આગેવાનો આપણી એજીએમમાં મહેમાન તરીકે આવ્યા હતા તેમનું બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપની સાધારણ સભાને અહીં વિરામ આપ્યો હતો અને મ્યુઝિકલ નાઈટ ના પ્રોગ્રામ ની શરૂઆત કરાવયો હતો.
આપની આ સાધારણ સભામાં 800 મેમ્બર્સ તેમના પરિવાર સાથે ટોટલ 1700 ની સંખ્યા માં હાજર રહ્યા હતા, અને તેમને આ પ્રોગ્રામમાં મ્યુઝીકલ નાઈટ નો પણ આનંદ માણ્યો હતો, અને સુરુચિ ભોજન કરી અને દરેક મેમ્બર્સને સંસ્થા દ્વારા ગિફ્ટ આપવામાં આવેલી હતી,
ત્યારબાદ આપણા આ પ્રોગ્રામને અહીં વિરામ આપવામાં આવ્યો હતો.