સુરત હાર્ડવેર & બિલ્ડીંગ મટીરીયલ મર્ચન્ટ એસોસિએશન
વિષય :- 10th AGM તથા મ્યુઝિકલ નાઈટ.
તારીખ :- 28-05-2022 શનિવાર,
સમય : સાંજે 6.00 થી 11.00 કલાક સુધી.
સ્થળ : SMC પાર્ટી પ્લોટ, સોહમ સર્કલ, અલથાન, સુરત.
◆ આ 10th AGM ના હોનર ચીફ ગેસ્ટ : - હાર્ડવેર સમાચાર પબ્લિકેસન (અમદાવાદ) માંથી હસમુખભાઈ પટેલ.
મેન સ્પોન્સર :- એસન્સ એન્ટરપ્રાઇજ, કો. સ્પોન્સર :- એવરસાઈન એપ્લાયન્સ પા. લી., કો. સ્પોન્સર :- પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગીફ્ટ સ્પોન્સર :- શ્રદ્ધામિલન ટ્રેડિંગ કંપની, ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમનું મૂમેન્ટો તથા પુષ્પકુંજ થી સન્માન કરેલું હતું.
◆ 10th AGM મીટીંગ ની સારું વાત.
ગણેશજીની વંદના તથા દીપ પ્રગટય થી થઈ હતી.
પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ નું સ્વાગત પ્રવચન, સેક્રેટરીશ્રી દિલીપભાઈ પટેલ દ્ધારા 9th AGM થઈ અત્યાર શુધી ના કરેલ કાર્ય નો ચિતાર આપવામાં આવેલો હતો. ખજાનચિશ્રી અલ્પેશભાઈ કોટડીયા દ્ધારા ગત વર્ષ ના આવક તથા જાવકનો હિસાબ આપેલો હતો. ચેરમેનશ્રી રમેશભાઈ ભૂટાની દ્ધારા આપણા એસોસિએશન પહેલેથી અત્યાર શુધિની માહિતી આપી હતી, અને નવા પ્રોગ્રામની પણ માહિતી પણ આપી હતી. તથા નવી મેમ્બરશીપ રકમ ની જાહેરાત કરેલી હતી. જોઈટ સેક્રેટરીશ્રી રાજેશભાઇ નિમાંણી એ આ પ્રોગ્રામનું એંકરીગ કરેલું હતું. ત્યારબાદ ઓર્કેસ્ટાર પાર્ટી નો પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો હતો.
◆ આ મીટીંગ માં મેમ્બર્સ ફેમિલી સાથે 2000 થી વધારે સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સભ્યો એ AGM, ઓર્કેસ્ટાર, ભોજન તથા મેમ્બર્સ ના સન્માન માટે ગિફ્ટની પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી.
મેમ્બર્સ ફેમિલી સાથે આ બધા પ્રોગ્રામ નો લાભ લીધો હતો.