રક્તદાન મહાશિબિરનું આયોજન.તારીખ: 22/09/2024 ના રોજ લોક સમર્પણ રક્તદ્દાન કેન્દ્ર ખાતે કરવામાં આવેલું હતું. આ કાર્યકમ માં સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા, અને તેમને એસોસિયેશનની આખી કમિટીને અભિનંદન પાઠવ્યા હતા અને આવું મહાશિબીરનું કાર્ય હરહંમેશ કરતા રહો એવી શુભેચ્છા પાઠવી હતી. જેના ભાગરૂપે સુરતના હાર્ડવેર બિલ્ડીંગ મટીરીયલ ના વેપારી તથા તેમના મિત્ર મંડળ ની સાથે આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા, આ શિબિર ની સફળતા માટે આ સંસ્થાના કમિટી મેમ્બર્સ એ તનતોડ મહેનત કરી હતી આ મહેનત દ્વારા આયોજિત આ રક્તદાન મહા શિબિર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો .
આ શિબિરમાં રક્તદાન કરનારા તમામ લોકોને પ્રમાણપત્ર અને સન્માન રૂપે એક ગીફ્ટ પણ આપવામાં આવી હતી, આપણને ખૂબ જ આનંદ થાય છે કે આપણી આ શિબિરમાં " 351 " લોકોએ રક્તદાન કર્યું છે, આ બધા રક્તદાતા ઓને અમે તેમના આ મહાદાન માટે ખુબ અભિનંદન આપીએ છીએ.