સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરીયલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા રક્તદાન મહાશિબિરનું આયોજન.
તારીખ: 24/09/2023 ના રોજ લોક સમર્પણ રક્તદ્દાન કેન્દ્ર ખાતે કરવામાં આવેલું હતું. જેના ભાગરૂપે સુરતના હાર્ડવેર બિલ્ડીંગ મટીરીયલ ના વેપારી તથા તેમના મિત્ર મંડળ ની સાથે આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા, આ શિબિર ની સફળતા માટે આ સંસ્થાના કમિટી મેમ્બર્સ એ તનતોડ મહેનત કરી હતી આ મહેનત દ્વારા આયોજિત આ રક્તદાન મહા શિબિર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો .
સંસ્થાના ચેરમેન શ્રી રમેશભાઈ ભુટાણી એ જણાવ્યું કે અમારી એસોસિએશન દર વર્ષે આ સેવાભાવી પ્રવૃત્તિ કરતી રહેશે.
સંસ્થાના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ એ જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે, “ચાલો આપણે સાથે મળીને કોઈનું જીવ બચાવીએ, રક્તદાન કરીને આપણું વ્યક્તિત્વ મહાન બનાવીએ!”.
સંસ્થાના સેક્રેટરીશ્રી દિલીપભાઈ પટેલ એ જણાવ્યું કે આ મહા રક્તદાન શિબિર ના કારણે સંગઠન એ શક્તિનું પ્રતીક છે. આ શિબિરમાં રક્તદાન કરનારા તમામ લોકોને પ્રમાણપત્ર અને સન્માન રૂપે એક ગીફ્ટ પણ આપવામાં આવી હતી, 2020 માં કોરોના વખતે 344 બ્લડ યુનિટ અને 11 પ્લાઝમાં તેમજ 2022 માં 240 બ્લડ યુનિટ એકત્રિત કર્યા હતા, આપણને ખૂબ જ આનંદ થાય છે કે આપણી આ શિબિરમાં 285 લોકોએ રક્તદાન કર્યું છે. આ બધા રક્તદાતા ઓને અમે તેમના આ મહાદાન માટે ખુબ અભિનંદન આપીએ છીએ.